Sunday, 29 April 2018

શિક્ષણ મંથન (૧)

(1) એ વાત સાચી કે શિક્ષક નું પદ એક ભાવ છે પણ આ યુવા ધન ને આ વાત કેવી રીતે સમજાવવી. તોઓને નોકરી ના મળવાથી પોતાની આખી લાઈન બદલી નાખે છે સરવાળે સમય શક્તિ અને પૈસા નો વ્યય થાય છે. તેઓને નોકરી કરવાની સાથે ફક્ત ઓછો પગાર જ દેખાય છે. ભાવ નથી દેખાતો એટલે પોતની લાઈન બદલી નાખે છે. મારા ઘણા મિત્રો આનું ઉદાહરણ છે.

 (2) શિક્ષક નું પદ એક ભાવ છે. પણ આ વાત તે શિક્ષક નું કુંટુંબ અને તેની સાથે સંકળાયેલો સમાજ ના માને તો શુ કરવાનું. સમાજ અને કુટુંબ ની આર્થિક અપેક્ષાઓ પણ હોય છે શિક્ષક પ્રત્યે તેનું શું.... કદાચ કોઈ એમ કહે કે ટ્યૂશન કરીને કમાવી લેવાના પૈસા...પણ હું વ્યક્તિગત રીતે ટ્યૂશન પ્રથા નો વિરોધી છું. શા માટે બાળક શાળા માં ભણવા છતાં ટ્યૂશન પણ રખાવે...શા માટે વાલી એ બન્ને બાજુ ફી ભરવાની...શા માટે શાળા ના શિક્ષક એવું પરફેક્ટ નથી ભણાવતા જેથી બાળકો ને ટ્યૂશન કરવાની જ જરૂર ના પડે...જો શિક્ષક પોતે એવું માનતો હોય કે ટ્યૂશન કરીને પૈસા કમાઈ લઈશ તો ખરેખર એ સમાજ ને એક પ્રકારનું નુકસાન કરી રહ્યો છે.

 (3) એ વાત સાચી કે અત્યાર સુધી પ્રાઇવેટ અને સરકારી નોકરીઓ ના વેતનમાં અસમાનતા આવતી રહી છે પણ આ જ અસમાનતા ભવિષ્યમાં પણ ચાલુ રહે એવું તો જરૂરી નથી. માનવી ને ખબર હોય કે તે ભૂલ કરી રહ્યો છે છતાં એ ભૂલો કરવાનું ચાલુ રાખે તો એ યોગ્ય બાબત નથી સમાજ માટે...કદાચ ગાંધીજી અને એમના જેવા બીજા નેતાઓએ પરંપરાથી ચાલી આવેલી પ્રથા સ્વીકારી લીધી હોત તો દેશ આઝાદ ના થઇ શક્યું હોત...આ વાત નું તથ્ય એટલું જ છે કે શા માટે આપણે સ્વીકારી લઈએ છે કે અમુક બાબત આમ જ થવી જોઈએ અને આમ ના થવી જોઈએ.

 (4) સરકારી અને પ્રાઇવેટ કર્મચારીઓ ના વેતન માં તફાવત ના લીધે ગરીબો વધુ ગરીબ જયારે અમિર વધુ અમિર બને છે. પ્રાઇવેટ માં કામ કરતા કર્મચારીઓ એક પ્રકારની માનસિક હતાશા નો ભોગ બને છે. સરકાર ને ફક્ત એટલું જ સમજવાનું છે કે શા માટે તેઓ સમાન કામ અને સમાન વેતન હજુ સુધી નથી લાગુ કરી શક્યા..જ્યાં સુધી સરકારી અને પ્રાઇવેટ કર્મચારીઓ માં અસમાનતા હશે ત્યાં સુધી કોઈ પણ કામમાં 100% સફળતા નથી મળવાની...ભલે એ સર્વ શિક્ષા અભિયાન હોય કે પછી પંચવર્ષીય યોજનાઓ હોય... અસમાનતા ને લીધે મોટાભાગ ના સરકારી કર્મચારીઓ ગુરુતાગ્રંથી માં આવી જતા હોય છે જ્યારે પ્રાઇવેટ કર્મચારીઓ લઘુતાગ્રંથિ માં આવી જતા હોય છે. પછી આવામાં કોઈ પણ યોજના ક્યાંથી સફળ થાય...બીજા બધા ક્ષેત્રો તો ઠીક પણ શિક્ષણ ના ક્ષેત્રમાં આવું ના થવું જોઈએ એવું મારુ કહેવું છે.